મનુષ્યના શરીરમાં મુખ્ય વાત-પિત્ત-કફ
આ ત્રણેય તત્વ શરીરમાં સરખા હોય તો શરીર તંદુરસ્ત રહે છે
આયુર્વેદ ૫૦૦૦ વર્ષ પુરાણું અને આપણો પાંચમો વેદ એ કહે છે કે વાત વગર પીડા નહી એટલેકે જયારે શરીરમાં વાત તત્વ વધી જાય ત્યારે શરીરના દરેક સાંધામાં વાયુ જકડાય છે
ત્યારે સાંધામાં દુખાવો થતો હોય છે અને છાતીના હૃદયમાં જ્ક્દય્તો એન્જિના હૃદયશૂળ પેદા થતું હોય છે
તેવીજ રીતે મસ્તકમાં પ્રવેશેતો માથામાં દુખાવો મસ્તકશૂળ પેદા કરતો હોય છે.
ઘણીવાર પેટમાં પણ અસહ્ય દુખાવો વધી જતો હોય છે
શરીર માં વાત વધવાનું મુખ્ય કારણ દિવસે દિવસે આતરડામાં સંગ્રહિત થતો જુનો મળ,
તમે આ વાતને નકારતા કહેશોકે હું તો રોજે દિનચર્યા પૂર્ણ કરું છું પરંતુ આજકાલના રેસાવગરના અને ચીકણો ખોરાક આતરડાની દીવાલો પર ચોટી રહે છે અને વાયુ પેદા કરતો હોય છે
જે શરીરના અન્ય ભાગોમાં જમાં થઈને વેદના ઉત્પન્ન કરતો હોય છે એને વાત વધી ગયો છે એમ કહેવાય છે માટેજ આયુર્વેદ એ કહ્યું છે કે વાત વગર પીડા નહી
વાતને કાયમ માટે મટાડવા વાયુકારક ખોરાકો બંધ કરવા મેદાની ચીજો – ઘી તેલ વાળા પદાર્થો ત્યજવા નહીતો ખુબજ ઓછા લેવા
ઉષાપાન (ગરમ હૂંફાળું પાણી પીવું લીંબુ રસ) નાખેલું પીવાથી ઘણોજ ફાયદો થશે