લોહી ફિક્કાસથી ઉદભવતા રોગો

લોહીના ફિક્કાસ થી થતી તકલીફો, તેની પાછળના કારણો અને તેનો ઉપાય

  • થોડુક કામ કરતાજ થાક લાગે, અશક્તિ લાગે
  • વધુ કામ કરતા કે ચાલતા સ્વાસ ચડે
  • કમર દુઃખે, પગ દુઃખે
  • ચક્કર આવે, આખે અંધારા આવે
  • ભૂખ ઓછી લાગે
  • હાથ, પગની આંગળીયોમાં ખાલી ચઢે.
  • સ્વભાવ ચીધીયો થઇ જાય
  • સગર્ભાવસ્થામાં અને સુવાવડમાં તકલીફ થાય
  • પગે સોજો ચઢે હ્રદય નબળું પડે.

લોહી ફિક્કું પડવાના મુખ્ય કારણો

  • અપૂરતો ખોરાક
  • વારંવાર મેલેરિયા કે અન્ય ચેપી રોગો થવા.
  • માસિક વધુ પડતું કે વારંવાર વધુ દિવસ આવવું.
  • ઉપર ઉપરી સુવાવડ કે વારંવાર કસુવાવડ
  • કરમિયાં (અંકોડી કૃમિ)
  • હરસ-મસા કે અન્ય રીતે લોહી વહી જવાથી
  • વધુ પડતી ચહા કે કોફી પીવાથી લોહતત્વનું શોષણ ઓછુ થાય છે.

લોહી લાલ કરવાનો ઉપાય

  • પૂરતો ખોરાક લેવો
  • લોહતત્વ, વિટામીન સી, ફોલિક એસીડ, પ્રોટીન, કેલેરી વગેરે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ.
  • લોહી ફિક્કું પડવાના કારણો શોધી તેને દુર કરવા જેમકે કરમિયા માટે ગોળી લેવી , મલેરિયા અટકાવવો, વધુ માસિક આવતું હોય તો તેની સારવાર કરવી વગેરે
  • આયર્ન – ફોલિક એસીડની ગોળી લેવી (બાળકના હાથમાં ગોળીન જવા દેવી તથા કબજિયાત કે અન્ય આડઅસર જણાય તો ગોળી ઓછી કરવી) આ ગોળી સરકારી દવાખાના માં મફત મળે છે

લોહતત્વ વાળા ખોરાકનો ડાયટપ્લાન

  • રોજીંદી આયર્નની જરૂરિયાત ૩૦મી.ગ્રા છે.
  • લીલા પાન વાળી ભાજીમાંથી લોહતત્વ, વિટામીન સી અને ફોલિક એસીડ પૂરતા પ્રમાણ માં મળે છે.
  • લોખંડના વાસણમાં દાળ કે શાક રાંધવાથી ભરપુર લોહતત્વ મળે છે
  • વિટામીન સી માટે આમળા, જામફળ, ફણગાવેલા મગ ખુબ ઉપયોગી છે

૧૦૦ગ્રામ ખાધ પદાર્થમાંથી મળતું લોહતત્વનું પ્રમાણ.

  1. અસારીયો ૧૦૦ મી.ગ્રા. (શિયાળામાં એક ચમચી ખાઈ શકાય)
  2. કળા તલ ૫૫ મી.ગ્રા.
  3. ફુલાવરના પાન ૪૦ મી.ગ્રા. (ધોઈ ને જ ખાવા)
  4. ચણાના પાન 24 મી.ગ્રા.
  5. દેશી પોઆ 2૦ મી.ગ્રા.
  6. બાજરી ૧૦ મી.ગ્રા.
  7. પોઈ ની ભાજી ૧૦ મી.ગ્રા.
  8. લીલા પાનવાળી ભાજી ૫ થી 1૦ મી.ગ્રા.

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️