લોહીના ફિક્કાસથી થતી તકલીફો
- થોડુક કામ કરતાજ થાક લાગે, અશક્તિ લાગે
- વધુ કામ કરતા કે ચાલતા સ્વાસ ચડે
- કમર દુઃખે, પગ દુઃખે
- ચક્કર આવે, આખે અંધારા આવે
- ભૂખ ઓછી લાગે
- હાથ, પગની આંગળીયોમાં ખાલી ચઢે.
- સ્વભાવ ચીધીયો થઇ જાય
- સગર્ભાવસ્થામાં અને સુવાવડમાં તકલીફ થાય
- પગે સોજો ચઢે હ્રદય નબળું પડે.
લોહી ફિક્કું પડવાના મુખ્ય કારણો
- અપૂરતો ખોરાક
- વારંવાર મેલેરિયા કે અન્ય ચેપી રોગો થવા.
- માસિક વધુ પડતું કે વારંવાર વધુ દિવસ આવવું.
- ઉપર ઉપરી સુવાવડ કે વારંવાર કસુવાવડ
- કરમિયાં (અંકોડી કૃમિ)
- હરસ-મસા કે અન્ય રીતે લોહી વહી જવાથી
- વધુ પડતી ચહા કે કોફી પીવાથી લોહતત્વનું શોષણ ઓછુ થાય છે.
લોહી લાલ કરવાનો ઉપાય
- પૂરતો ખોરાક લેવો
- લોહતત્વ, વિટામીન સી, ફોલિક એસીડ, પ્રોટીન, કેલેરી વગેરે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ.
- લોહી ફિક્કું પડવાના કારણો શોધી તેને દુર કરવા જેમકે કરમિયા માટે ગોળી લેવી , મલેરિયા અટકાવવો, વધુ માસિક આવતું હોય તો તેની સારવાર કરવી વગેરે
- આયર્ન – ફોલિક એસીડની ગોળી લેવી (બાળકના હાથમાં ગોળીન જવા દેવી તથા કબજિયાત કે અન્ય આડઅસર જણાય તો ગોળી ઓછી કરવી) આ ગોળી સરકારી દવાખાના માં મફત મળે છે
લોહતત્વ વાળા ખોરાકનો ડાયટપ્લાન
- રોજીંદી આયર્નની જરૂરિયાત ૩૦મી.ગ્રા છે.
- લીલા પાન વાળી ભાજીમાંથી લોહતત્વ, વિટામીન સી અને ફોલિક એસીડ પૂરતા પ્રમાણ માં મળે છે.
- લોખંડના વાસણમાં દાળ કે શાક રાંધવાથી ભરપુર લોહતત્વ મળે છે
- વિટામીન સી માટે આમળા, જામફળ, ફણગાવેલા મગ ખુબ ઉપયોગી છે
૧૦૦ગ્રામ ખાધ પદાર્થમાંથી મળતું લોહતત્વનું પ્રમાણ.
- અસારીયો ૧૦૦ મી.ગ્રા. (શિયાળામાં એક ચમચી ખાઈ શકાય)
- કળા તલ ૫૫ મી.ગ્રા.
- ફુલાવરના પાન ૪૦ મી.ગ્રા. (ધોઈ ને જ ખાવા)
- ચણાના પાન 24 મી.ગ્રા.
- દેશી પોઆ 2૦ મી.ગ્રા.
- બાજરી ૧૦ મી.ગ્રા.
- પોઈ ની ભાજી ૧૦ મી.ગ્રા.
- લીલા પાનવાળી ભાજી ૫ થી 1૦ મી.ગ્રા.