દુઃખાવો

પગ-ઘુટણ-સાધા નો દુખાવો પ્રાકૃતિક ચિકિત્સા નિસર્ગોપચાર

મિત્રો આજે વડીલો ને ઘુટણ ઢીચણ પગ ની પીંડી ના દુઃખાવા થાપાના દુઃખાવા એ ખુબજ સામાન્ય થઇ ગયું છે આવો જાણીએ કેવી રીતે નેચરોપેથી અને વૈકલ્પિક ઉપચારોની મદદથી તમે સાજા થઇ શકો છો અને સારવાર લઇ શકો છો.

શું મિત્રો તમે આજ સુધી કોઈપણ પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પ કે કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકાતે ગયા છો અને તમે પોતાનો કુદરતી ઉપચાર વિષેનો અનુભવ અમારા વેબસાઈટના દર્શકો ને સાથે શેયર કરવા માંગતા હોય તો અમારા ઇન્સ્તાગ્રામ ઉપર શેયર કરશો

 

પગ નો સતત અસહ્ય દુખાવો

કુદરતી ઉપચારમાં પગના દુખાવા લઇ ને ઘણા દર્દીઓ આવતા હોય છે, આજના અસ્તવ્યસ્ત જીવનશૈલી નું આ પરિણામ છે,

પગ ના દુખાવા અલગ અલગ પ્રકારના હોય છે જેમાં જુના દર્દ અને તરતજ ઉપડેલા દર્દ માં અસલ મૂળ સુધી પહોંચી અને તેનો જળમૂળ થી ઈલાજ માત્ર અનુભવી ડોકટરો હેઠળના કુદરતી ઉપચારમાં જ થઈ શકે છે.

ઘણા લોકો ઉમર ના વધવા ને લીધે માનતા હોય છે કે હાડકા નબળા અને હાડકા માં ઘસારો અનુભવાતો હોય છે સ્ત્રીઓ માં વધારે ઘુટણ અને એડી માં દુઃખાવો જોવા મળે છે.

ઓનલાઈન ઘણા નુસખાઓ અને જેવા તેવા ઉપચારો લોકો મુકે છે જે માત્ર તેમનો પ્રચાર પ્રસાર જ છે માટે અમારી સલાહ એમ જ રહેશે કે તમે તમારા નજીક ના કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકાત લો અને યોગ્ય ઈલાજ કરાવો.

કુદરતી ઉપચારક એક નેચરોપેથ ડોક્ટર જે આ કાર્ય માટે છે જે તમારા દર્દ અને રોગો ની સાચી નિદાન સલાહ લો કોઇપણ જેવા તેવા પોસ્ટ વાંચી ને ઉંધા ઉપચારો કદી ન પ્રયોગ કરવા

આપણા ભોજનની અંદર પૂરતા પોષક તત્વોની કમીને કારણે કેટલાક રોગો અથવા તો હાડકાંમાં નબળાઈ આવે છે જે ભવિષ્યમાં દર્દ નું રૂપ ધારણ કરે છે માટે પૂરતા પ્રોટીન વિટામિન અને યોગ્ય પોષક તત્વો શરીરમાં હોવા જરૂરી છે તેનાથી જ તમારું શરીર તંદુરસ્ત રહે

પગ ના સાંધા નો દુઃખાવો

હાડકા નો ઘસારો (ઓસ્ટીઓ આર્થરાઇટીસ) ઘુટણ નો વા જે રોગો અને દર્દો ના

હાડકા નો ઘસારો

 

ઢીંચણ કે ઘુટણ ના દુખાવા

ઘણા લોકોને સાંધા ની અંદર દુખાવો ઊપડે છે તેનું કારણ સાંધામાં પડેલી પોષક તત્વો ની ઉણપ છે સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ઓછું થઈ જવાથી બંને હાડકા ઘસાય છે જેનાથી દુખાવો ઉપડે છે

પગના દુખાવા નું બીજું લક્ષણ છે નસો ની અંદર જમા થયેલું અશુદ્ધ લોહી જેને સાઈટીકા તરીકે પણ દર્શાવવામાં આવે છે આ અશુદ્ધ લોહી ની નસો અને લોહી જામ થઈ જવાથી હલનચલન ઓછું થઈ જાય છે

આવા આવા દર્દીઓને મટાડવા માટે કુદરતી ઉપચાર કે નેચરોપેથી ઉપચાર છે આ ઉપચારથી ઘૂંટણ કે પગના દુખાવા ની સાથે સાથે તમારા આખા શરીરને શુદ્ધ થઈ જાય છે

રેવા નેચર ક્યોર હાથ પગ ના અભ્યંગ અને બસ્તી કરવામાં આવે છે તથા આહાર ઉપચારની મદદથી તથા ઉપવાસ કરાવીને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે વધારવામાં આવે છે

તાજા ફળો શાકભાજી અને પોષક તત્વ ની મદદથી દર્દીને સાચા રાખવાની દરેક પ્રયત્ન કરવામાં આવે છે જેનાથી કોઈપણ દર્દી સાજો થાય છે

જો રોગોનો ઉપચાર કરવો હોય તો કુદરતી ઉપચાર એ એકમાત્ર છેલ્લો ઉપાય છે આજકાલના આધુનિક દવાખાના તદ્દન મોંઘા અને ઓપરેશન ઓ તથા વિદેશી દવા થી શરીરને નુકસાન પહોંચાડે છે

આમ તો પગનો દુખાવો સામાન્ય ગણાય છે, પરંતુ કેટલાય દર્દીઓ અમારા ડોક્ટર પાસે આવેલ છે જે દસ દસ વર્ષોથી પગના દર્દથી પીડાતા હોય છે કેટ-કેટલીય દવાઓ અને દવાખાના ફરીને થાકી ચુકેલા કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લે છે અને સાજા થાય છે જેનો વિડીઓ આપ નીચે જોઈ શકો છો

કુદરતી ઉપચાર અને નેચરોપથી કેન્દ્ર ની ખૂબી ઈ છે કે અહિયાં આપ દરેક રોગોનો ઈલાજ એક સાથે જ થઇ જાય છે શરીર રીજ્યુંવીન થતા શરીર એક અલગ જ પ્રકારની એક તાજગી મહેસુસ કરે છે.

હાથ પગ ઘૂંટણ આ દરેક ના ઉપચાર રેવા નેચર ક્યોર માં વર્ષોથી થતા આવ્યા છે અનગિનત દર્દીઓએ નિસર્ગોપચાર કેન્દ્ર ની સારવાર લીધી છે અને સ્વસ્થ થયા છે તો આજે જ રેવા નેચર ક્યોર કેન્દ્રની મુલાકાત લો અને સ્વસ્થ થાઓ

અહિયાં કેટલાક ઉપચારો બતાવવામાં આવ્યા છે જે ઘરેલું જ છે પરંતુ પોતાની સુજબુજ થી પ્રયોગ માં લેવા

ઘુટણ નો દુખાવો દરેક પ્રકારનો સોજો તેમજ સંધિવા દૂર કરવાના અકસીર ઈલાજો જાણો

ઘુટણ ના દૂખાવા માટેના ઉપાય ઘણા છે કુદરતી ઉપચારમાં જનુબ્સ્તી ખુબજ અસરકારક છે પરંતુ અહી ઘરે જાતેજ કરી શકાય તેવા ઉપાય

 

ઘુટણ નો ઘસારો ઇ બન્ને હાડકા વચ્ચેની કાર્ટીઝ (ગાદી) ઘસાઈ હોય તો બન્ને હાડકા ઘસાય છે માટે ધુટણ માં સોજા આવી જાય છે અને આશય દુખાવો થાય છે

પગ ના દુખાવા પોટલી મસાજ

સોજા ને દૂર કરવા માટે એક કલેડીમાં રેતીને ગરમ શેકી તેની કોટનની થેલો બનાવી ૧૦ થી ૧૫મીનીટ શેક આપવો

રાગી થી ઉપચાર

૩૦૦ ગ્રામ ગાયના દૂધમાં ૧ ચમચી અસારીયો ઉકાળી ગાડીને તે દૂધ સવારે રોજ ૩માસ સુધી પીવું

ગોળ અને ચના

બપોરના સમયે ૧૦ થી ૨૦ ગ્રામ ગોળ અને એક મુઠ્ઠી ચણા શેકેલા ચાવીને પાણી પી જવાથી ત્રણ માસ કરવાથી કાયમ માટે મટી જશે

સામાન્ય કસરત

હરવા ફરવા નું ચાલવાનું રાખો જેથી મુવમેન્ટ રહે જકડન થાય નહી થઇ શકે તો આહાર અને શ્રમ માં ફેરફાર કરી શક્ય તેટલું વજન ઘટાડો જેથી ઘુટણ પરના દબાણમાં ઘટાડો કરો

ઘુટણ ના દુખાવા

રાત્રે આ પ્રયોગ કરી સવાર સુધી પાટો બાંધીરાખવાથી ઘુત્નમાં દુખાવો ચમત્કારિક રીતે મટી ગયેલ જણાશે આ પ્રયોગ ૧૦ થી ૧૫ દિવસ કરવાથી પણ રાહત મળશે

ઘણીવાર ઘુટણના દૂખવામાં ઘુટણના સાંધામાં રહેલ યુરિક એસીડ નો મહત્વનો ભાગ હોય છે યુરિક એસીડ સાંધામાં હોવાથી વાળી શકતા નથી અને અસહ્ય દુઃખાવા થાય છે આમાં ખાંડ-મીઠું-મેદની ચીજો તેમજ ખાતી આથાવાળી ચોજો બંધ કરવી

યુરિક એસીડ ને દૂર કરવાનો ઉપાય

પગ નો ઉપચાર

સ્ત્રીઓના ઘુટણના ઘસારામાં ઘણીવાર કેલ્શિયમની કમી હોવાના કારણે ઘુટણમાં વહેલા ઘસારો જોવા મળે છે ક્યારે ઓસ્ટીઓ પોરોસીસ ના કારણે હાડકા નબળા પડી જાય છે આવા દર્દોને ટાળવા બનીશકે એટલું કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જેમકે અખરોટ-કેળા-સુકામેવા-દૂધ વગેરે લેવું અને સનબાથ કરવું તેના થી વિટામીન ડી થી દૂધનું કેલ્શિયમ મળશે

અંત માં તો એકજ વાત કહેવી કે કુદરતી ઉપચાર કેન્દ્રો તદન રાહત ભાવે ઉચ્ચ કક્ષાની સારવાર અને આહારનું માર્ગદર્શન આપતી હોય અને કુદરતી ઉપચારમાં કુદરતી શાંત વાતાવરણમાં સવારે પ્રાર્થનાથી માંડી ને સારવારો અને નવા મિત્રો સાથે વાતચીત કરવી સંધ્યામાં  હરવું ફરવું અને ભજન અને ટીવી-મોબાઈલ-ઘોઘાટથી દૂર એકાંત માં કુદરતની કઈ અલગજ અનુભૂતિ થાય છે

વિદેશી લોકો આટલા સારી રીતે કુદરતી ઉપચાર લેવા ભારત આવતા હોય સીજન માં તો બુકિંગ પણ ફૂલ હોય છે તો વિચારો આપને ભારત માંજ રહીને ભારતનું કુદરતી ઉપચાર કેમ ન અપનાવી શકીએ

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

1 મહિનો ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

3 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

3 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago