રેવા નેચર ક્યોર સારવાર પદ્દતિઓ

કુદરતી ઉપચારની તન-મન-આત્માને શુદ્ધ કરતી સારવાર પદ્ધતિઓ જાણો

કુદરતી ઉપચાર નિસર્ગોપચાર એટલે જીવન વિજ્ઞાન

આયુર્વેદ
આયુર્વેદ

આયુર્વેદનું જીવન વિજ્ઞાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન છે. આ ભારતીય વિજ્ઞાન ખુબ પ્રખ્યાત છેજ દરેક પ્રકારના શારીરિક અવ્યવસ્થા અને વ્યાધી ને દૂર કરવા આયુર્વેદની ઔષધીઓ અને પદ્ધતિઓ જેમકે મસાજ, ધારા, નશ્ય વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

અભ્યંગ

અભ્યંગ એ જુદા-જુદા પ્રકારે આપવામાં આવે છે તેનું મુખ્ય કાર્ય લોહી/રક્ત ના પરિભ્રમણને ઉત્તેજિત કરવા, માંસપેશીને બળ પ્રદાન કરવા, સ્ફૂર્તિ વધારવા અને સરવાળે સ્વાસ્થ્ય તરફ લઇ જવા માટે ખૂબ ઉપયોગી છે. વિવિધ ઔષધીઓ શરીરમાં ઉતારવા તે અગત્યના છે. લોકલ મસાજ, આખા શરીર માટે તેમજ સ્પેશિયલ વાઈબ્રો મસાજ, પોટલી મસાજ, પાવડર મસાજ, રીસ પોટલી મસાજ અલગ અલગ પ્રકારના મસાજ અહી અપાય છે.

 

શિરોધારા

શિરોધારા
શિરોધારા

શાસ્ત્રોક્ત પદ્ધતિથી સિદ્ધ કરેલ તેલ, કવાથ, તક્ર(છાશ), જળ વગેરેની શિરો પ્રદેશ ધારા કરવાની ક્રિયા, માનસિક તનાવ, અનિંદ્રા, વિચારવાયુ, હતાશા, વાળને લગતા રોગો, ચહેરાની ત્વચામાં ડગ વગેરે રોગોમાં અત્યંત લાભદાયી છે. શિરોધારા વિશ્વની શ્રેષ્ઠ ચિકિત્સા ગણાય છે.

નેત્રતર્પણ

નેત્રતર્પણ

વીશીષ્ટ  ઓષધીયુક્ત તેલ-ઘી થી પૂર્ણ કરવાની ક્રિયાને નેત્ર તર્પણ ક્હે છે જે આંખોના  નેત્રરોગ દૂરકરી આંખની તેજસ્વીતા ની વૃધ્ધિ માં ખુબ ફાયદાકારક અને ઉત્તમ પુરવાર થાય છે.

કટીબસ્તી

કટીબસ્તી

કમરનો દુઃખાવો, અકસ્માતના કારણે મણકાનો દુખાવો, કમરથી પગ સુધી દબાતી નસ (સાયટીકા) ના કારણે થતા દુઃખાવામાં સિધ્ધ તેલ દ્વારા અપાતી ચિકિત્સા અકસીર સાબિત થઈ છે.

સ્ટીમબાથ, વરાળ(બાષ્પ) સ્નાન

સ્ટીમ બાથ વરાળ સ્નાન

આ આરામદાયક સારવાર ચામડીના ચીદ્રોને ખોલી તેને સ્વચ્છ કરે છે. લોહી ના પરિભ્રમણ ને વધારે છે. શરીરની સ્થિતિને ધ્યાનમાં રાખી ને જુદી જુદી ઓશ્ધિઓ ઉમેરવામાં આવે છે. રુધિર પરિભ્રમણ વધારવા અને શરીરમાંથી ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

મળથેરાપી, માટી સારવાર

માટી લેપ

માટીની સારવારથી શરીરમાં રહેલા ઝેરી વિજાતીય દ્રવ્યો ને દૂર કરી શકાય છે. માટીને આખા શરીર પર કે શરીરના કોઈ ચોક્કસ સ્થાન પર ઉપયોગમાં લેવાય છે. અહી અપાતા રોજીંદા પેટ અને આંખના મડપેક શરીર તંત્રને સ્વસ્થ રાખે છે. દર્દીની સ્થિતિને ધ્યાનમાં લઇ માટીમાં જુદી જુદી ઓશ્ધિઓ ઉમેરવામાં આવે છે.

યોગાસન,મેડીટેશન ધ્યાન અને પ્રાર્થના

યોગાસન-મેડીટેશન

યોગ અને કસરત દ્વારા લોહી/રક્ત પરિવહન, મશ્પેશી શારીરિક ક્ષમતા વધારી શકાય છે. જે સારી તન્દુરસ્તી માટે મહત્વના છે. રોજ ઢીલો અને આરામદાયક પોશાક પહેરીને યોગના સત્ર પર દર્દીની સ્થિતિ પ્રમાણે અને ડોક્ટરની સલાહ પ્રમાણે ગોઠવાય છે. ધ્યાન અને પ્રાથના આપના અંત:સ્ત્રાવી ગ્રંથીતંત્રને સંતુલિત કરી મનને શાંત રાખે છે

તેમજ અપાતી બીજી સારવારની અસરકારકતા વધારે છે. બાયો અને ઇલેકટ્રો મેગ્નેટ દ્વારા જુદા જુદા પ્રકારની બીમારીને દૂર કરી શકાય છે. મેગ્નેટિક જળ એ શરીરના ચુમ્બક્ત્વને સંતુલિત કરવામાં મદદ કરે છે. ચેતાતંત્ર અને સ્નાયુ ને લગતી અવ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા સહાયક બને છે.

એક્યુપ્રેશર અને રીફ્લેક્સોલોજી (થેરાપી)

 

એક્યુપ્રેશર

તેના દ્વારા ચેતાકેન્દ્રોને ક્રિયાશીલ જુદી જુદી ગ્રંથીઓની કાર્યક્ષમતા વધે છે. તનાવ સબંધિત બીમારી મે ખૂબ અસરકારક સાબિત થઇ છે. દૂખાવામાં રાહત આપી આંતરિક અવયવોમાં નવા પ્રાણ રેડી શકે છે. તે સામાન્ય રીતે જોવા મળતી શરીર સમ્બન્ધિત મુશ્કેલી ઓ જેવી કે પીઠ કે કમરના દૂખાવામાં, સાયટીકા, પાચનતંત્ર ની મુશ્કેલીઓ, માઈગ્રેન વગેરેમાં ઘણી ફાયદાકારક છે

એક્યુપંચર

એક્યુપંચર

ખૂબ પ્રાચીન અને ભોળી રીતે સ્વીકાર્ય તેમજ સિધ્ધ થયેલ આ પદ્ધતિમાં ઝીણી ડીસ્પોજીબલ સોય ને શરીરના ચોક્કસ કેન્દ્રો પર લગાવી ચેતાતંત્ર અને અવયવોને કાર્યક્ષમ બનાવી શરીરની કુદરતી સંવાદિતા જળવાય છે. પ્રાણના પ્રવાહનો અવરોધ દૂર કરી સંતુલન નિર્માણ કરી દર્દો માં આરામ આપે છે.

નૈસર્ગિક આહાર પદ્ધતિ :

નૈસર્ગિક આહાર

આહાર એજ ઓષધ એ પ્રાથમિક સિદ્ધાંત છે. અહી દરેક દર્દીની બીમારીને અનુલક્ષીને સંતુલિત આહાર તેયાર કરાય છે. જેમાં શરીરને ઉપયોગી પોષક દ્રવ્યો (પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન્સ, ક્ષારો) ને ધ્યાનમાં રખાય છે. ફળાહાર, રસાહાર, અપક્વ આહાર, એકાહાર વગેરે પ્રાણ શક્તિ વધારે છે.

એનીમા

કુદરતી ઉપચારની પાયાની સારવાર પદ્ધતિઓમાં એનીમા નો સમાવેશ થાય છે. આંતરડામાં ભરાયેલ નકામાં કચરાને સાફ કરે છે. સાદું પાણી,ઓષધીય કાઢાં, મધવાળું પાણી, ઘઉંના જવારાનો રસ વગેરે પ્રકારના એનીમા  આ ઉપચાર ઉપવાસ દરમ્યાન અને તે પહેલા પાચન માર્ગની આંતરિક સફાઈ કરવા રામબાણ ઈલાજ છે.

આવી તમામ પ્રકારની સારવાર અને હજુ જેનો આમાં ઉલ્લેખ નથી તેવી ઉત્તમ સારવાર પદ્ધતિઓ થી દર્દીની સારવાર કરાય છે જેથી કુદરતી ઉપચાર નો લાભ લો

પ્રાકૃતિક ચિકિત્સા સાથે આયુર્વેદ એ સોનામાં સુગંધ ભળવા જેવું છે , બન્નેના સમન્વયથી બીમાર વ્યક્તિ નવજીવન પામે છે એમાં કોઈ શક નથી , પરંતુ બન્નેનો સમન્વય અનુભવી ચીકીત્સક દ્વારાજ શક્ય છે

ડો.રમેશભાઈ એમ.ડી

ડો.રમેશભાઈ એમ.ડી

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️