DAHI HEALTH BENEFITS

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ

આયુર્વેદમાં દૂધ કરતા પણ દહીંને ઉત્તમ અને ચઢિયાતું માનવામાં આવ્યું છે

દૂધ ઇ સમ્પૂર્ણ આહાર છે પરંતુ દહીં એ આરોગ્ય વધારનારું તત્વ છે દહીં ને ઘરથી બહાર નીકળતી વખતે ખાવા નું કહે છે કારણ કે તેમાં દરેક તત્વ છે જે તમારા શરીરનું સંતુલન જાળવી રાખવા સક્ષમ છે

આમ દહીને જુદા જુદા પાત્રમાં બનાવવા ના એટલેકે જમાવવા ના જુદાજ ગુણધર્મો જોવામાં આવ્યા તે શાસ્ત્રોમાં જુદા જુદા રોગો માટે બતાવ્યા મુજબ ના પાત્ર માં જમાવેલ દહીં જલ્દી થી તે રોગો કે દર્દો નું શમન કરે છે તેવા ફાયદા થાય છે

dAHI HEALTH BENEFITS
આમ નીચે અમુક દહીં બનાવવાની વિધિ દર્દી ને જરૂર થી સાજો કરે છે
Chitrak MOOL AND POWDER

સુઠ, ચિત્રકમૂળ નું ચૂર્ણ, ગંઠોડાનું ચૂર્ણ ૧-૧ તોલો લઇ મધમાં કાલવી  દાહોણી ની અંદર ચોપડવું, પછી તે વાસણમાં ગાયનું દૂધ કાઢવું અથવા તંદુરસ્ત બકરીનું દૂધ આ પાત્રમાં જમાવવું, સવારમાં તેયાર થયેલી દહીંની છાશ બનાવવી આ છાશ સંગ્રહીણીરોગ વાળાને ઉતમ ફાયદો કરે છે

ચિત્રકના મૂળ ની છાલ વાટી તે માટીના વાસણમાં ચોપડી દેવું તે સુકાઈ ગયા બાદ તેમાં દૂધ જમાવી દહીં બનાવવું તેની છાશ અથવા તે દહીં હરસ રોગનો નાશ કરે છે

જુનો અને હઠીલો સંગ્રહીણી ના રોગમાં સોનાના ,ચાંદીના વાસણમાં જમાવેલ દહીંની છાશ ઉતમ પરિણામ આપે છે

પાડુંરોગમાં પોલાદના વાસણ માં જમાવેલ ધી ઉતમ પરિણામ આપે છે

અર્શ રોગ માટે કાળી માટીનું વાસણ વાપરવું તેમાં ધી જમાવવું અને દર્દી ને રોજ એજ દહીં આપવાથી તેના દર્દો માં રાહત થાય છે

તાંબુ અને એલ્યુમિનીયમના વાસણ માં દહીં બનાવવું નહી એ ગંભીર રોગો ને ચોખ્ખું નિમંત્રણ છે

પીતળ ના વાસણ જેમાં કલાઈ કરેલ હોય તે માં પણ દહીં જમાવવું ઉતમ ગણવામાં આવે છે

આ લેખ માં બતાવ્યા મુજબ અલગ અલગ મટીરીયલ કે ધાતુ ઓ માં જમાવેલ દહીં ઇ અલગ અલગ પરિણામ આપે છે આ પ્રયોગો માત્ર નેચરોપથી ડોક્ટરની સલાહ મુજબજ અલગ અલગ રોગોમાં ઉપયોગ કરી શકાય જેથી આવા કોઈ પણ નુસખા અપનાવતા પહેલા નેચરોપથી સેન્ટર એટલે કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકત લેવી હિતાવહ છે

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️