ઘણા લોકોએ ડાયાબીટીસ ને અસાધ્ય રોગો માં સમાવી લીધો છે અને તે સજ્જડ રીતે માની લીધું છે કે તેનો કોઈજ ઈલાજ સંભવ નથી તો તે ખરેખર ખોટું છે તમે જે માની લો છો તે તમારી સાથે થાય છે
માટે પોજીટીવ સકારાત્મક બનો અને જીવન માં હમેશા કોઇપણ સમસ્યાઓ ને સકારાત્મક દ્રષ્ટિકોણથી ઉકેલ લાવવા નો પ્રયત્ન હમેશા આપણા સો નો હોવો જ જોઈએ
કુદરતી ઉપચાર એ કોઈ ચિકિત્સા પધ્ધતિ નથી આ તો જીવન જીવવા ની સાચી કળા એક સાચો પથ છે મિત્રો આપણે જાણીએ જ છીએ કે જો શરીર નો કચરો વિશ્દ્રવ્યો જો સહેલાઇ થી બહાર નીકળી જાય તો કોઈપણ રોગો આપણને થાય નહી.
પરંતુ આજે આપણા મુખ્ય હવા પાણી અને ખોરાક દરેક માં ભેળ સેળ હોયજ છે નથી શુદ્ધ હવા નથી ચોક્ખું પાણી અને ખોરાક માં તો નજાણે કેટલા કીટ નાશક અને કેમિકલ્સ જે ખોરાક ને લાંબો સમય ફ્રેશ રાખે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આજ ની આધુનીક ઉપચાર પદ્ધતિઓ તેના લક્ષણ મુજબ રોગો ને અલગ અલગ નામ આપવામાં આવે છે અને તેની દવા બનાવી લોકો ને આપવામાં આવે છે આજે એક જ રોગ માટે લાખો પ્રકાર ની દવાઓ સીરપો ઇન્જેકશનો અને બીજું ઘણું હોય છે
એક દુનિયાભર માં થયેલ WHO ના સર્વે મુજબ આખા વિશ્વ માં આશરે ૪૨૨ મીલીયન લોકો ડાયાબીટીસ રોગ ના પીડિત છે જે ના માં મોટા ભાગ ના લોકો લો અને મિડલ ઇન્કમ દેશો માં રહે છે અને 1.૬ મીલીયન લોકો ના મૃત્યુ ડાયાબીટીસ ના કારણે થાય છે