તેઓ જણાવે છે કે આપણી આદત એવી છે કે, જરાયે દર્દ થાય કે તુરંત આપણે ડોકટર, વૈદ્ય કે હકીમ પાસે દોડીયે છીએ.
જો તેમ ન કરીએ, તો આપણા અડોશ પાડોશ કે સગાઓ વડીલો પાસે સલાહ લઈએ છીએ, આપણી માન્યતાજ એવી છે કે, દવા વિના દર્દ જાય નહીં.
તાવ આવે છે ત્યારે આ માનસિકતા ખૂબજ હાનિકારક છે, તાવ શરીર ની એક ક્રિયા છે જેમાં શરીર પોતાને ગરમ કરી કફને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે પરંતુ એનટીબાયોટિક દવાઓ ખવડાવીને તેને ડાબી દેવામાં આવે છે.
તે ફરી થોડા જ સમય માં ફરી વધારે વિકરાળ રૂપ ધારણ કરીને બહાર આવે છે.
પ્રાકૃતિક ચિકિત્સા અને ગાંધીજી
આંજની પ્રચલિત ચિકિત્સા-પદ્ધતિઑ જેવી કે ઍલોપથી, હોમિયોપથી, આયુર્વેદ વગેરે બીજી અનેક ચિકિત્સા-પદ્ધતિઓમાંથી ગાંધીજી પ્રાકૃતિક ચિકિત્સા-પદ્ધતિ તરફ કેવી રીતે વળ્યા તેનો થોડો ઇતિહાસ આપણે જોઈએ.
ગાંધીજીના ભત્રીજા અને અંતેવાસી શ્રી છગનલાલ ગાંધી તેમના એક્ લેખમાં જણાવે છે કૅ, “ગાંધીજીની બાળવયમાં તેમના ઘર સામે એક હબસી પૂર્વ આફ્રિકાથી આવી રહેલ. તેની માતૃભાષા સ્વાહીલી હતી.
પરંતુ તે ગુજરાતી શીખ્યો હતો. એક નાનકડા ઓરડામાં તેણે દવાખાનું વસાવ્યુ હતું.
આજ પણ કબા ગાંધીના ડૅલાની સામે તે મકાન ઊભું હશે એમ ધારું છુ
ગાંધીજી રાજકોટની હાઈસ્કૂલમાં ભણતા તે સમયે પીળી આંખોવાળા અનેં વાંકડિયા વાળવાળા આ હબસીનો ચહેરો ગાંધીજીની તેના પ્રત્યેની લાગણીનું મને સ્મરણ કરાવે છે.
ગાંધીજી નો હબસી વૈદ્ય પ્રત્યે મળવા-હળવાનો સંબંધ હતો, અને તેની સાથે ઉપચારોની ચર્ચા કરતા ગાંધીજીની બહુ ઝાંખી મને રહી ગઈ છે.
આમ, હબસીના ઉપચારનો અભ્યાસ ગાંધીજીને કંઈક અંશે રહી ગયો હશે એમ પછીનાં વર્ષોમાં મારી સમજમાં આવેલું.”
આમ, હબસી દાકાર પ્રત્યેના પ્રેમને લીધે બાળવયમાં ગાંધીજીનો વિચાર દાકત્તર થવાનો હતો.
તે છતાં દાકત્તરી વિદ્યાના નિષ્ણાત થવાનું પોતે કૅમ માંડી વાળ્વું તેનો ઉલ્લેખ આત્મકથામાં ગાંધીજીએ કર્યો છે.
દાક્તરી અભ્યાસમાં જરૂરી બની રહેતો દેડકાં, અળસિયાં આદિ જીવોનો સંહાર કરવાનું એમને માન્ય નથી.
તે છતાં જૂનાગઢના સરકારી દવાખાનાના પ્રખ્યાત ડૉક્ટર ઓલ્ડફિલ્ડના પરિચયમાં ગાંધીજી આવેલા અને તેમનાં ડોક્ટરો પુસ્તકોનો લાભ બાળવયમાં ઉઠાવેલો.
આમ, દર્દીઓની ઉપચાર કરવાનો પ્રેમ ગાંધીજીને બાળવયમાં અને યુવાવસ્થામાં હતો અને તેથી જ દક્ષિણ આફ્રિકામાં ડરબનથી દસેક માઈલ દૂર એક મિશનરી ઇસ્પિતાલમાં કમ્પાઉન્ડરનું કામ શીખવાની તક મળી ત્યારૅ ગાંધીજી કટલાક મહિના સુધી ત્યાં નિયમિત જતા-આવતા.
સન ૧૯૯૦માં ઇંગ્લંડમાં અભ્યાસકાળ દરયમિયાન ગાંધીજીને એકાએક પાંસળીનો દુ:ખાવો ઊપડચો.
તેઓ ડૉ. એલિન્સનને મળ્યા. ડૉ. એલિન્સન અન્નાહારના પ્રખર હિમાયતી ડૉક્ટર હતા.
તેઓએ ગાંધીજીને આહારમાં કાચાં શાકભાજી, ફળફળાદિ લેવાની ભલામણ કરી. તે ઉપરાંત ખુલ્લી હવામાં હરવા-ફરવાનું સૂચવ્યું.
આ પ્રયોગથી ગાંધીજીની શરીર-પ્રકૃતિ સુધરી.
આમ, માતાએ આપેલી પ્રતિજ્ઞાના પાલનની દૃષ્ટિમાંથી, સત્યનિષ્ઠાથી તથા પ્રતિક્ષણ આત્મનિરીક્ષણ અને પરીક્ષણની ભાવનાને લીધે ગાંધીજી અન્નાહારી જ રહ્યા અને તેમાંથી નિસગૈપિચાર તરફ સાહજિક વળ્યા.
પ્રાકૃતિક ચિકિત્સા તરફ ગાંધીજી કૅમ વળ્યા તેનું બયાન આપણે તેમના શબ્દોમાં જોઈએ:
“સન ૧૯૦૧ની સાલ લગી મને કોઈ વ્યાધિ થાય તો હું દાક્તરોની પાસે ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો.
એક-બે વસ્તુ સ્વ. પ્રાણજીવન મહેતાએ બનાવેલી હતી.
થોડો અનુભવ નાનકડી ઇરિપ્પતાલમાં કામ કરતો હતો ત્યાં મળેલો.
બીજુ વાચનથી પામૈલો તે.” આ અરસામાં મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નેસર્ગીક ઉપચારોમાં મને સારી પેઠે વિશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી.
છૂટુંછવાવું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુષ્કળ ફરવાનું રાખતો. તેથી કોઈ દિવસ ખાટલો સેવવો પડેલો નહોતો.
આમ મારું રગશિવું ગાડું ચાલવું હતુ. તેવામાં કુન્હેના ‘ન્યુ સાઇન્સ ઑફ હીલિગ’ અને જુસ્ટનું ‘રિટર્ન ટે નૈચર’ એ બે પુસ્તકો મારા વાંચવામા આવ્યા
તયારથી હું કુદરતી ઉપચારને દૃઢતાપૂર્વક માનતો થયો છુ.
ગાંધીજી પ્રાકૃતિક ઉપચાર ને પ્રાધન્ય આપતા હતા અને કુદરતી ઉપચાર ક્ષેત્રે ઘણું યોગદાન આપેલું છે આવા કુદરતી ઉપચાર વિષે જાણો અને સાદું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો રોગમુક્ત થાઓ
ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…
ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…
પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…
પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…
પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…
અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…
This website uses cookies.