daily health tips

રોજે સવારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે નો સર્વોત્તમ નુસખો જાણો

મિત્રો આ પોસ્ટ માં એવી બાબતો જે ને તમે જો દરરોજ ધ્યાન રાખીને કરો છો તો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય માટે સ્વસ્થ અને નીરોગી રહે છે.

એક વિશ્વમાં થયેલા રીસર્ચ પ્રમાણે જો તમે કોઈ કાર્ય ને ૨૧ દિવસ માટે કરો છો તો તે તમારી આદત બની જાય છે

આમ જો તમે સારા સ્વાસ્થ્ય કેળવવા માટે અમુક ટેવ અને આદતો પાડો તો સારું અને સ્વસ્થ જીવન જીવી શકો છો

રોજે સવારે લીંબુના રસ ને પાણી સાથે લેવાના અદભુત ફાયદા

સ્વાસ્થ્ય માટે લીંબુ ઘણું અગત્યનું ભાગ ભજવે છે આપના જીવનમાં લીંબુ ને રોજ સવારે ઠંડા કે ગરમ પાણી સાથે ખાંડ નાખીને કે નાખ્યા વિના પીએ તો તેનાથી આપના શરીરને ઘણા ફાયદા થાય છે

લીંબુમાં આટલા બધા વિટામિન્સ અને મિનરલ તત્વો છે જે સ્વાસ્થ્ય માટે અતિ મહત્વના છે લીંબુમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ અને વિટામીન સી છે તેમાં પોટેશીયમ છે તેમાં મેગ્નેશિયમ છે તેમાં બાયોફલેવેનોઈડસ જેવા કે સાઈટરીક એસીડ છે.

શરીર માં આલ્કનીયતા જાળવવા લીંબુ મુખ્ય ભૂમિકા ભજવે છે આમ સવારે ગરમ પાણી સાથે લીંબુ પાણી ના ઘણા ફાયદા છે જે અહી વર્ણવ્યા છે.

૧. શરીરમાં આલ્કનીયતા તેમજ પેક્ટીનના કારણે ભૂખ ઓછી લાગે છે જેથી વજન કાબુમાં રહે છે અને ચામડી ના રોગો માં ખુબ રાહત રહે છે

૨. લીંબુ માં રહેલ એન્તીઓકસીડેન્ટ ને કારણે શરીર માં લાંબા સમય માટે સ્ફૂર્તિ રહે છે અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ મળે છે

૩.લીંબુ પાણી પીવાથી તમારા લીવરને શક્તિ મળે છે અને એન્જાઈમ વધારે પ્રમાણ માં ઉત્પન્ન થાય છે જેના કારણે તમારી ચયાપચયની ક્રિયા ફાસ્ટ થાય છે

૪. લીંબુમાં ના વિટામીન સી થી મુખ માં દાત ચોખ્ખા અને સમ્પૂર્ણ સફાઈ થઇ જાય છે વાંકાચુકા થતા નથી મુખ માંથી વાસ આવવા ની સમસ્યા રહેતી નથી

૫. લીંબુ થી બીપી  ઓછુ માપમાં રહે છે

૬.લીંબુ થી પાચન ક્રિયા સારી થાય છે અને પેટ સાફ રહે છે.

૭. લીંબુ પાણી થી એસીડીટી ની સમસ્યામાં પણ રાહત રહે છે

આજ રીતે બતાવ્યા પ્રમાણે દરેક બાબતે ટૂકમાં કહીએ તો સવારે ચા ના બદલે લેમન ટી પણ અતિ ગુણકારી છે તે દૂધ માં બચત કરશે અને એટલા બધા ફાયદા આપશે જેથી લીંબુ પાણી કે લીંબુ ચા અપનાવી જુઓ અને જણાવો તમારા અભિપ્રાયો

કુદરતે આટલા બધા પીણા પહેલા થી જ અર્પેલા છે જેના થી ઉત્તમ કોઈ બીજી બનાવટી અને તમારા સ્વાસ્થ્ય ને લાંબા કે ટૂંકા ગાળે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે તે બાબતે અમારું ધ્યાન દોરવું એ આ પોસ્ટ લખવાનો હેતુ છે

ગુજરાતી માં કુદરતી ઉપચાર નેચરોપેથી માટે અમને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટવીટર, ઇન્સ્તાગ્રામ પર ફોલો

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️