ગુણકારી બટાકા

બારેમાસ ગુણ કરતા બટાકા માં શરીરને આરોગ્યવર્ધી ગુણો

બટાકા બારેમાસ દરેક સીજન માં વપરાતું કંદમૂળ છે આવો જાણીએ તેની ખૂબીઓ

આમતો એવું માનવામાં આવે છે કે બટાકા ખાવા થી શરીરમાં સ્થૂળતા વધે છે અને વજન માં વધારો થાય છે પરંતુ તે તદન સાચી વાત નથી આ વાત ની પુસ્ટી કરવા આપને તેનામાં રહેલ મૂળ તત્વો જે આપના શરીરને સ્વાસ્થ્ય અર્પતા વિટામિન્સ અને ક્ષારો પૂરા પાડે છે

મૂળ એમ માનવામાં આવે છે કે બટાકા ઇ આફ્રિકા ની પેદાશ છે અને સતરમી સદી થી આપના ભારત દેશમાં તેની ખેતી થતી આવી છે. બટાકા પોસ્ટીકતા થી ભરપુર છે આવો જોઈએ બટાકા માં કેટલા પોષકતત્વો રહેલ છે જે આપના શરીર માટે ગુણકારી છે

  • બટાકામાં ૭૪.૭ % ભેજ્સ
  • ૧.૬ % પ્રોટીન
  • ૦.૧ % ચરબી
  • ૦.૬ % ખનીજ
  • ૦.૪ % ફાયબર
  • ૨૨.૬% કારબોહાઈડ્રેટ
  • ૧૦ મી.ગ્રા. કેલ્શિયમ
  • ૪૦ મી.ગ્રા. ફોસ્ફરસ
  • ૦.૭ મી.ગ્રા. આર્યન
  • ૧૭ મી.ગ્રા. વિટામીન
  • ૬૭ કેલરી

૧૦૦ ગ્રામ બટાકા માંથી આ સમ્પૂર્ણ માહિતી મળેલ છે

શેકેલા બટાકા ખુબ ગુણકારી છે શેકેલા બટાકા માં થી રિવોફ્લાવીન ની ઉણપ સરે છે. વિટામીન સી ઉપરાંત આયન ની ઉણપ પણ પૂરી કરે છે ૧૦૦ ગ્રામ બટાકામાં ૧ કેળાથી વધુ પોટેશિયમ હોય છે

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ 

ગુણવતામાં પણ બટાકા પોષ્ટિક તત્વો થી ભરપુર છે પરંતુ તેને તરી ને ચિપ્સ બનાવવા થી તે અવળી અને માંઠી અસર કરે છે માટે જેમ બને તેમ તળેલી ચિપ્સ વેફર નો ત્યાગ કરવો

બટાકા માં ક્ષારીય તત્વો હોય છે તે ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે અને શરીરમાં ક્ષારીય બેલેન્સ બનાવી રાખવામાં અતિ મહત્વ નો ભાગ ભજવે છે જે શરીરમાં યુરિક એસીડ ને બનતા રોકવામાં મહત્વનો ફાળો આપે છે

બટાકા સોથી જલ્દી બે થી અઢી કલાક માં લોહીમાં ભળી જાય છે બટાકા માનું વિટામીન સી સ્કર્વી નામના રોગ થી બચાવે છે બટાકામાં રહેલું સોડા અને પોટાશ શરીરના ક્ષારીય તત્વોને સુરક્ષિત રાખે છે. જે થોડા દિવસો સુધી માત્ર બટાકાનો ખાધ માં લેવાનો પ્રયોગ કરવાથી કબજિયાત, પથરી, જલંધર, યુરિક એસીડ સબંધિત રોગો થી રક્ષા આપે છે

બટાકા ને બાફીને કે શેકીને તેનું સૂપ બનાવીને લેવું ગુણકારી છે બટાકા ના પ્રયોગ માં જોડે પલક, સલગમ, બીટ, સેલડ પાન, ટામેટા અને બીજા લીલા પાન વાળી ભાજી નો ઉપયોગ કરવો ઉચિત છે

કાચા બટાકાનો રસ સંધિવા માં ખુબ ઉપયોગી છે પરંતુ બટાકા કે કોઈ પણ આવા સૂપ રસ નો તાજો જ ઉપયોગ કરવો ફ્રીજ માં પણ તેમાં જીવાણું ઉત્પન્ન થઇ જાય છે અને પ્રકૃતિ બદલાઈ જાય છે બટાકા ને છીણી નાખો ગાળી ને રસ કાઢી લો બટાકા ની છાલ પણ સંધિવામાં ગુણકારી છે બટાકાની છાલ ને સ્વચ્છ પાણી થી ધોઈ ને ઉકાળો આ ઉકાળો ગાળીને રાખો દિવસમાં ૩-૪ વાર સેવન કરો

બટાકા ઇ બ્લીચીગ એજન્ટ નું કાર્ય કરે છે તેની સ્લાઈસ કરો ચહેરા પર લગાઓ અને થોડા સમય બાદ ધોઈ નાખો જુઓ થોડા દિવસમાં ચહેરા પરની કરચલીઓ દૂર થઇ જશે

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️