કુદરતી ઉપચાર કેન્દ્ર એટલે શું

કુદરતી ઉપચાર કેન્દ્ર એટલે શું?

નેચરોપેથી – કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારને પ્રાકૃતિક ચિકિત્સા નેચરોપેથી ટ્રીટમેન્ટ કુદરતી સારવાર કેન્દ્ર જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે

આજે આ પ્રકારના ગંભીર રોગો ની સામે શરીર ને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે કુદરતી ઉપચાર અને અન્ય વૈકલ્પિક ઉપચારો ખુબજ ઉપયોગી નીવડ્યા છે.

કુદરતી ઉપચાર કેન્દ્રમાં સર્વ પ્રકારના ઉપચાર દર્દો અને રોગો ના આધારે કરવામાં આવે છે અને વૈકલ્પિક ઉપચારો થી રોગો અને દર્દો ના ઈલાજ કરવામાં આવે છે.

કુદરતી ઉપચાર કેન્દ્ર સામાન્ય રીતે ગામ જેવા એકાંત વિસ્તાર માં ખાસ જોવા મળે છે જ્યાં વૃક્ષો અને પશુ પંખીઓ હોય અને કેન્દ્ર માં નેચરોપથી ચિકિત્સક અને થેરાપીસ્ટ કુદરતી ઉપચારની સેવા આપે છે.

પરંતુ આજ કાલ ના ફાસ્ટટ્રેક યુગ માં વ્યસ્ત વ્યક્તિ પણ નેચરોપથી સારવાર કરાવી શકે માટે રેવા નેચર ક્યોર વડોદરા શહેર ના આજવા રોડ પર હાલ ઓ પી ડી સેવા આપી રહ્યા છીએ

કુદરતી ઉપચાર નો સિધ્ધાંત

કુદરત ના પાંચમહાભૂત જેને પાંચ તત્વ કહેવા માં આવે છે હવા એટલે વાયુ, જળ, આકાશ , અગ્નિ અને ભૂમિ આ દરેક તત્વોનું યોગ્ય સંયોજન થી આપનું શરીર અને આ સમગ્ર વિશ્વ સર્જાયેલ છે.

આપણા શરીરમાં પણ આ તત્વો ના અન બેલેન્સ થવા ના વધ ઘટ ને કારણેજ શરીરમાં જુદા જુદા પ્રકાર ના રોગો અને દર્દ આવતા હોય છે તો કુદરતી ઉપચારમાં કરવામાં આવતી વિવિધ થેરાપી થી આ તત્વો નું બેલેન્સ જાળવવા માં આવે છે

કુદરતી ઉપચારમાં આપણા શરીરમાં રહેલા દરેક પાંચ તત્વો ને અનુકુળ સારવાર માં ચિકિત્સા પધ્ધતિઓ નો ઉપયોગ કરવામાં આવે છે

જેમ કે જળ ચિકિત્સા, વાયુ ચિકિત્સા , સૂર્ય સ્નાન, વરાળ સ્નાન અને વિવિધ મસાજ થેરાપી, વન્ય ઓષધી હર્બ વગેરે ની મદદ થી રોગો અને દર્દોનો પ્રાકૃતિક ચિકિત્સા વડે ઈલાજ

પ્રાકૃતિક ચિકિત્સા માં કોઈ રોગ અથવા દર્દ ને ધ્યાન માં લીધા વિના સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવે છે.

પ્રાકૃતિક ચિકિત્સા સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી રાખવા પર ભાર મૂકે છે તમારું શરીર પોતે રોગોની સામે પોતાને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે.

આજ ની આધુનિક જીવનશેલી ખાનપાન અને આજની પ્રદૂષિત રહેણીકરણી ગમે તેટલું કરો પણ તમે જે હવા શ્વાસ માં લઇ રહ્યા છો તે પ્રદૂષિત છે, જળ આજે પીવા યોગ્ય રહ્યું નથી લોકો આરો નો ઉપયોગ કરે છે તેવી જ રીતે ભોજન માં જે શાકભાજી ખાઓ છો તેમાં કેટલાય જંતુનાશક દવા નો ઉપયોગ કરવામાં આવે છે.

આમ આજે લોકો નું જીવન બેઠાડુ અને અનિયમિત થઈ ગયું છે જેના કારણે ઘણા પ્રકારના રોગો અને દર્દો માં થી પરેશાન રહી છે.

આજે વિદેશમાં અને સ્વદેશમાં લોકો પરંપરાગત કુદરતી ઉપચાર અને પ્રાકૃતિક ચિકિત્સામાં શારીરિક, માનસિક, નેતિક, અને આધ્યાત્મિક જીવનમાં અને કુદરત માં સકારાત્મક પ્રભાવ થી સ્વસ્થ રહેવાની પદ્ધતિ છે.

નેચરોપીથી લાક્ષણિકતાઓ

દરેક પ્રકારના રોગો અને દર્દો નું મૂળ કારણ એક જ છે શરીરમાં પ્રવેશેલી વિશુદ્ધિઓ જેના દ્વારા શરીરના પંચમહાભૂત તત્વોને અને બેલેન્સ થાય છે અને શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે.

કુદરતી ઉપચાર પ્રાકૃતિક ચિકિત્સક કેન્દ્રમાં આ પ્રકારના દરેક દર્દો તથા રોગોનું નિરાકરણ આ પંચ તત્વો ને ફરીથી સંતુલિત કરીને મેળવવામાં આવે છે.

કુદરતી ઉપચાર એ સંપૂર્ણ શરીર માં જમા થયેલા વિશ્દ્રવ્યોને બહાર કાઢી અને યોગ્ય પોષક તત્વો નો આહાર વ્યાયામ અને આરામ આપી શરીરના કોશીકાઓમાં ફરીથીજીવન ઉર્જા વહે તેમ કરે છે અને દર્દી પોતાને નવું સ્વાસ્થ્ય નો અનુભવ કરે છે.

નાના સમય ના રોગોમાં શરીર પોતાને સાજા રાખવા નો પ્રયત્ન પોતાની મેળે જ કરે છે અને સામાન્ય તાવ કે શરદી એ તમને સાજા થવા માટે છે માટે આવા રોગોમાં પેનીક થવું નહિ સાદા ઉપચારો કરવા

એલોપથી દવાઓ તાવ જેવા નાના ગાળા ના રોગો ને તરત તો દબાવી ને સાજા કરી દે છે પરંતુ આવા રોગો ફરી વધુ વિકરાળ રૂપ ધારણ કરીને બહાર આવે છે

કુદરતી ઉપચાર કે નેચરોપથી તમારા શરીર ની મૂળ રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે અને દર્દો અને રોગો ને શરીર માં પ્રવેશતા અટકાવે છે

કુદરતી ઉપચાર અને નેચરોપથી દ્વારા ઘણા એવા ઉદાહરણો છે જેઓ ને ના પાડી દેવામાં આવી હતી કે તમે હવે સાજા નહિ થઇ શકો તેવા દર્દીઓને પ્રાકૃતિક ચિકિત્સા થી સાજા સ્વસ્થ થઇ ને ઘરે ગયા છે.

શારીરિક માનસિક આધ્યાત્મિક અને સામાજિક દરેક રીતે તમારી ચિકિત્સા માત્ર અને માત્ર પ્રાકૃતિક ચિકિત્સા જ કરી શકે છે

આહાર એજ ઓષધી આમ દરેક રોગો ને યોગ્ય આહાર વિહાર અને વિચારો દ્વારા રોગો નો ઉપચાર કરવામાં આવે છે જે તમે પ્રાકૃતિક ચિકિત્સામાં જોઈ જાણી શકો છો

પ્રાકૃતિક ચિકિત્સા પ્રાથના યોગ વ્યાયામ આધ્યાત્મિકતા દરેક પાસા પર ધ્યાન આપે છે અને તન મન ધન દરેક ને સ્વસ્થ બનાવે છે

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️