What is Naturopathy or Nature Cure તેના વિષે જાણવા કરતા કેમ કુદરતી ઉપચારજ જટિલ રોગોનો ઈલાજ કરી શકે છે જાણીએ
આજના સુપરફાસ્ટ યુગ માં આપની જીવનશૈલી તદનજ બદલાઈ ગઈ છે.
વાતાવરણ તદન પ્રદુષિત થઇ રહ્યું છે બાળકને જન્મતાની સાથેજ માતા ના ધાવણમાં પણ કેટલીક અશૂદ્ધીઓ જોવા મળી છે તો બીજી તો વાતજ શું થાય
આજે હવા પાણી ખોરાક દરેક જગ્યાએથી આપણા શરીરમાં અશુદ્ધ કચરો પ્રવેશી રહ્યો છે
તદુપરાંત આપણી જીવનશૈલી માં એવા ખોરાકે પોતાની જગ્યા જમાવી દીધી છે કે તેને છોડવી ખૂબજ અઘરી લાગે છે.
સ્વાદીસ્ટ ભોજન બનાવવા અયોગ્ય મસાલા, ખોટા કોમ્બીનેશન વાળો ખોરાક, અનિયમિત ખોરાક, વધારે ખોરાક આ બધાને કારણે આપણા શરીરના આંતરિક અંગો તથા તંત્રો પર કેવી માઠી હાનીકારક અસરો પોહોચે છે તે રોગો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે પછી ખબર પડે છે
મોટા શહેરો અને નાના તાલુકાઓ માં પણ દવાખાનાઓ માં અવારનવાર એવા કિસ્સાઓ સંભાળવા માં આવે છે કે રોગ હતો કયો અને તાત્કાલિક ઓપરેશન કરી નાખ્યુ, તો ઉપાય તો હવે એક જ બચે છે કે આપને જાતેજ આપણા શરીરને તદુરસ્ત રાખવાનું સામાન્ય કેળવણી રાખીએ
આજકાલ વિદેશી કંપનીઓ પણ આયુર્વેદ ના નામે પોતાની દવાઓ વહેચવા માટે જુઠા વાયદા આપવામાં પણ ખચકાતા નથી
આજકાલ એવા રોગોના નામો સાંભળવામાં આવે છે જે પહેલા ક્યારેય સાંભળ્યા પણ ના હોય કેન્સર, કીડની ના કેસો ખુબજ જોવામાં આવી રહ્યા છે અને બીપી ડાયાબીટીસ તો ઘેર ઘેર પ્રસરી ગયા છે
જો તમને ના હોય તો આશ્ચર્ય થી પૂછે “શું આપને નથી” આ દરેક રોગો એક દિવસમાં આવ્યા નથી જેમ ઉપર જોયું ધીમે ધીમે વધ્યા પણ આપણું ધ્યાન ન હતું તો હવે ઉપાય શું ? શું આવુજ ચાલતું રેશે ?
એ પણ સાથે સાથે કહીદઉં કે આયુર્વેદ પાંચ હજાર વર્ષ પૂરનો અને ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ છે
તો દરેક કંપનીઓ ને આજે કેમ યાદ આવ્યું કારણ કે પ્રજા એલોપેથી પસ્તાઈને જાગી પણ કંપનીઓ પોતાનો મુનાફો છોડવા માંગતી નથી તે આયુર્વેદ ના નામે આજે ફરી તમને લૂટવા આવી છે
બાકી બિચારા આયુર્વેદ ના વેધ તો પેહેલાથીજ તમારી સેવા માં હતા પણ આપણને જે તાત્કાલિક રાહત આપે તે સારા લાગે આયુર્વેદમાં થોડો સમય અને સંયમ જરૂર થી માંગે અને તે જળમૂળ થી રોગોને ઉખાડી નાખવાનું સામર્થ્ય ધરાવે છે
તે તમારા શરીરને કોઇપણ હાની પહોચાડ્યા વગર કાર્ય કરે છે જયારે એલોપેથી ની આડઅસરો તો બધાજ જાણે છે
એક ઉદાહરણ સાથે તમને ઉપાય જણાવું તમેં તમારી ગાડી-બાઈક સમયે સમયે સાફ સફાઈ તેમજ જરૂરી સમારકામ ઓઈલીંગ થી ઘસારો ઓછો કરવો તેવીજ રીતે તમારું શરીર એ કુદરતે બનાવેલું સર્વોતમ જેવીક મશીનજ છે અને તેણે પ્રભુએ સ્વયમને સુધારવાની શક્તિ આપીજ છે
જે શક્તિ છે રોગપ્રતિકારક શક્તિ પરંતુ આપણી આધુનીક જીવનશૈલીના કારણે અને હવા-પાણી-ખોરાકમાં આવતા કચરાના કારણે તે મંદ પડી જાય છે માટે માત્ર ને માત્ર કુદરતી ઉપચાર છે
જે આપણા શરીરના કચરાનો નિકાલ કરી શકે છે એલોપેથીની દવાઓ રોગને ડાબી દે છે જયારે કુદરતી ઉપચ્ર અને આયુર્વેદ તે કચરાનો નિકાલ કરે છે
આજે આ વાત અમેરિકા યુરોપ જેવા ઘણાબધા દેશોને સમજાઈ ગઈ છે જેથીજ દર વર્ષે શીજનલ પરદેશી લોકો માત્ર કુદરતી ઉપચાર, યોગ, મેડીટેશન અને શાંત કુદરતી વાતાવરણ માં રહેવા પહેલાથીજ બુકિંગ થઇ જાય છે તો આપને આપણા દેશના જ વ્યક્તિઓ આનો લાભલઇ સ્વસ્થ કેમ ના રહીએ
ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…
ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…
પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…
પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…
પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…
અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…
This website uses cookies.