નિસર્ગોપચાર

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ

આયુર્વેદમાં દૂધ કરતા પણ દહીંને ઉત્તમ અને ચઢિયાતું માનવામાં આવ્યું છે

દૂધ ઇ સમ્પૂર્ણ આહાર છે પરંતુ દહીં એ આરોગ્ય વધારનારું તત્વ છે દહીં ને ઘરથી બહાર નીકળતી વખતે ખાવા નું કહે છે કારણ કે તેમાં દરેક તત્વ છે જે તમારા શરીરનું સંતુલન જાળવી રાખવા સક્ષમ છે

આમ દહીને જુદા જુદા પાત્રમાં બનાવવા ના એટલેકે જમાવવા ના જુદાજ ગુણધર્મો જોવામાં આવ્યા તે શાસ્ત્રોમાં જુદા જુદા રોગો માટે બતાવ્યા મુજબ ના પાત્ર માં જમાવેલ દહીં જલ્દી થી તે રોગો કે દર્દો નું શમન કરે છે તેવા ફાયદા થાય છે

આમ નીચે અમુક દહીં બનાવવાની વિધિ દર્દી ને જરૂર થી સાજો કરે છે

સુઠ, ચિત્રકમૂળ નું ચૂર્ણ, ગંઠોડાનું ચૂર્ણ ૧-૧ તોલો લઇ મધમાં કાલવી  દાહોણી ની અંદર ચોપડવું, પછી તે વાસણમાં ગાયનું દૂધ કાઢવું અથવા તંદુરસ્ત બકરીનું દૂધ આ પાત્રમાં જમાવવું, સવારમાં તેયાર થયેલી દહીંની છાશ બનાવવી આ છાશ સંગ્રહીણીરોગ વાળાને ઉતમ ફાયદો કરે છે

ચિત્રકના મૂળ ની છાલ વાટી તે માટીના વાસણમાં ચોપડી દેવું તે સુકાઈ ગયા બાદ તેમાં દૂધ જમાવી દહીં બનાવવું તેની છાશ અથવા તે દહીં હરસ રોગનો નાશ કરે છે

જુનો અને હઠીલો સંગ્રહીણી ના રોગમાં સોનાના ,ચાંદીના વાસણમાં જમાવેલ દહીંની છાશ ઉતમ પરિણામ આપે છે

પાડુંરોગમાં પોલાદના વાસણ માં જમાવેલ ધી ઉતમ પરિણામ આપે છે

અર્શ રોગ માટે કાળી માટીનું વાસણ વાપરવું તેમાં ધી જમાવવું અને દર્દી ને રોજ એજ દહીં આપવાથી તેના દર્દો માં રાહત થાય છે

તાંબુ અને એલ્યુમિનીયમના વાસણ માં દહીં બનાવવું નહી એ ગંભીર રોગો ને ચોખ્ખું નિમંત્રણ છે

પીતળ ના વાસણ જેમાં કલાઈ કરેલ હોય તે માં પણ દહીં જમાવવું ઉતમ ગણવામાં આવે છે

આ લેખ માં બતાવ્યા મુજબ અલગ અલગ મટીરીયલ કે ધાતુ ઓ માં જમાવેલ દહીં ઇ અલગ અલગ પરિણામ આપે છે આ પ્રયોગો માત્ર નેચરોપથી ડોક્ટરની સલાહ મુજબજ અલગ અલગ રોગોમાં ઉપયોગ કરી શકાય જેથી આવા કોઈ પણ નુસખા અપનાવતા પહેલા નેચરોપથી સેન્ટર એટલે કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકત લેવી હિતાવહ છે

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

2 મહિના ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

4 મહિના ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

4 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

4 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

4 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago