રેવા નેચર ક્યોર 

પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર 

પ્રાકૃતિક ચિકિત્સા, નેચરોપથી, કુદરતી ઉપચાર કેન્દ્ર વડોદરા ગુજરાત 

પ્રાકૃતિક ચિકિત્સા  એટલે શું

પ્રાકૃતિક ચિકિત્સા એટલે પ્રકૃતિ ના પંચમહાભૂત તત્વો જેનાથી આખા વિશ્વની રચના થઇ છે જળ, અગ્નિ, વાયું, ભૂમિ અને આકાશ જે તત્વોથી આપણું શરીર બનેલું છે તેના દ્વારા શરીરને તંદુરસ્ત અને રોગમુક્ત બનાવવું પ્રાકૃતિક જીવનશૈલી એ છે પ્રાકૃતિક ચિકિત્સા 

પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર 

ભારત માં આજે ઘણી જગ્યાએ કુદરતી ઉપચાર કેન્દ્ર જેને પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. નેચરોપેથી પધ્ધતિમાં રોગની અંદર ફિજીકલ, સાઇકોલોજીકલ તેમજ આધ્યાત્મિક ઘટકને ધ્યાનમાં રાખવામાં આવે છે 

પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર 

નિસર્ગોપચાર (કુદરતી ચિકિત્સા કે પ્રાકૃતિક ચિકિત્સા તરીકે પણ જાણીતી સારવારની પદ્ધતિ) એક વૈકલ્પિક સારવાર વ્યવસ્થા છે જે શરીરની તંદુરસ્તી જાળવવા કુદરતી ઉપચારો અને શરીરને ટકાવી રાખવા જરૂરી અસરકારક ક્ષમતા પર કેન્દ્રીત છે 

નેચરોપથીની વ્યાખ્યા

નેચરોપથી એ માનવી દ્વારા તેના શારીરિક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક જીવનમાં કુદરત-પ્રકૃતિના સકારાત્મક સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રણાલી છે. નેચરોપથીમાં મજબૂત આરોગ્ય, રોગનિવારણ અને ઉપચારક તથા ફરી શક્તિસંચયનું સામર્થ્ય રહેલુ છે. 

બ્રિટિશ નેચરોપથિ એસોસિયેશનના જાહેરસિદ્ધાંત(મેનિફેસ્ટો) અનુસાર નેચરોપથીએ સારવાર એવી પદ્ધતિ છે જે શરીરમાં રહેલા રોગનિવારક મહત્વના તત્વોનું મહત્વ સમજાવે છે. આથી તે માનવશરીરમાં રહેલું રોગનું કારણ અર્થાત રોગકારક અર્થાત ટોક્સિન્સ(વિષાણુઓ)ને દૂર કરે છે. માનવશરીરમાં રહેલા અનિચ્છિત અને બિનઉપયોગી પદાર્થોને દૂર કરીને તે રોગને દૂર ભગાડે છે.

કુદરતી ઉપચાર થી દરેક દુઃખાવા જેમ કે કમર પગ ગર્દન અને રોગો નો ઉપચાર વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ થી કરવામાં આવે છે.

૯૧-૭૬૯૮૪૮૯૭૧૪