You are currently viewing જાંબુના ઝાડપરથી પડવાથી બને પગ નકામા થઈ ગયાતા નેચરોપેથીથી હૂં મારા પગે ફરી ચાલતો થયો

જાંબુના ઝાડપરથી પડવાથી બને પગ નકામા થઈ ગયાતા નેચરોપેથીથી હૂં મારા પગે ફરી ચાલતો થયો

નામ : જયતિભાઈ પટેલ

તા.વિજાપુર, મહેસાણા.

હૂં પોતે જ્યંતીભાઈ પટેલ એક દિવસે જાંબુના ઝાડ જાંબુ પાડવા ચઢેલ અને 30 ફુટ ઊંચેથી હૂં ઝાડ ઉપરથી પડી ગયેલ અને મને કરોડરજજુના મણકામાં તકલીફ થયેલી મારબન્ને પગ નકામા થઈ ગયેલ મારા પગ છેકે નહિતે પણ મને ખબર પડતી નહિ

મને ગુજરાતના નામાંકિત સ્પાઇન સ્પેશિયાલિસ્ટએ મને કહી દીધું હતું કે તમે જિંદગીમાં ઉભા થઇ શકશો નહિ.

મેં સાડા પાંચ મહિના સ્પાઈન સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર કરાવી અને 3.50 સાડા ત્રણ લાખ ખર્ચો કર્યા પછી પણ કોઈ ફેર પડ્યો નહિ મને યુરિનની બેગ લટકાવવી પડી મને યુરિનમાં પણ બ્લોકેજ થઈ ગયેલું આવી પરિસ્થિતિ માં હૂં ડો.રમેશભાઈ પાસે કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવ્યો ત્યાં મને કુદરતી ઉપચારો તથા અન્ય વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓથી(Alternative treatments) થી લગભગ પોણા બે મહિનામાં મને ઘોડી લઇને ચાલતો કરી દીધો મારી યુરિન બેગ પણ કુદરતી પદ્ધતિથી કાઢી નાખી નેચરલ પેશાબ થવા લાગ્યો

અને માંરા પગ માં બિલકુલ ચેતનાજ ન હતી જે માં આજે મને ઠંડા-ગરમ તથા સ્પર્શનો પણ અનુભવ થાય છે અને આજે હું જાતેજ મારુ પોતાનું કામ કાજ જાતેજ કરી શકું છુ. ખેતરના કામે પણ હૂં ગાડું લઈ ને જાઉં છું

ખરેખર મને મારા પગ પર ઉભો કર્યો હોય તો ડો.શ્રી રમેશભાઈ વાળંદ જેઓ એ મારી પાછળ ખુબજ મહેનત કરી અને હૂં ચાલતો ફરતો થયો છું બાકી લગભગ છ માસ હૂં પથારીવશ જ હતો મારા ઘરવાળાઓને પણ થઈ ગયેલું કે હૂં અપાહીજ થઈ ગયો, મારી કાળજી પણ ધીરે ધીરે ઓછી લેવાતી, હૂં નિરાશ થઈ ગયેલ,

આજે હૂં ખુબજ ખુશ છું

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️