ડો.મફતલાલ પટેલ તંત્રી “અચલા” તરફ થી ડો.રમેશભાઈ ને શુભેચ્છા પત્ર

ડો.મફતલાલ પટેલ તંત્રી “અચલા” તરફ થી ડો.રમેશભાઈ ને શુભેચ્છા પત્ર

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ડૉ. રમેશભાઈ વાળંદ પ્રાકૃતિક ચિકિત્સા શાસ્ત્ર ના વિદ્ધાન વ્યક્તિ છે. વ્યક્તિના શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ થાય ત્યારે તે એલોપથીનો સહારો લે છે, ને વિવિધ ડૉક્ટરોને મળીને, તેઓના પાસે દવા કરાવીને રોગમાંથી મુક્ત થવા ઉપાયો શોધે છે, પણ ઘણીવાર એવું બને છે કે એલોપથીના ડોક્ટરો દર્દીના રોગનો ઉપચાર કરી શકતા નથી ત્યારે દર્દી ભાંગી પડે છે, તેની સામે મૃત્યુ સિવાય કંઈ દેખાતું નથી.

આવા કાયમી અસાધારણ રોગથી પીડાતો વ્યક્તિ જ્યારે રમેશભાઈને મળે છે ત્યારે રમેશભાઈ પ્રાકૃતિક ચિકિત્સા ને આયુર્વેદનો ઉપયોગ કરીને વ્યક્તિને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરે છે. વિવિધ ઉકાળાઓ, દવાઓ આપીને વ્યક્તિનો કાયમી રોગ ભગાડી દે છે. કૅન્સર, ડાયાબિટીસ, પાચનતંત્રના રોગ હોય કે પછી શ્વસનતંત્રના કે પછી અસ્થિતંત્ર કે માનસિક બીમારીના રોગ હોય તો તેઓ પોતાની આગવી ઉપચાર પદ્ધતિ દ્વારા મટાડી દે છે.

હું પાચનતંત્રના રોગથી ભયંકર પીડાતો હતો. કબજિયાતે મારા શરીરનો કબજો લઈ લીધો હતો. મુક્ત થવાના અનેક માર્ગો અપનાવ્યા. ગેસ્ટ્રોલોજિસ્ટોની મુલાકાતો લીધી પણ હું મુક્ત થઈ શક્યો નહિ. છેલ્લે મને રમેશભાઈને મળવાનું કહ્યું ને તેઓ મારી સાથે એક અઠવાડિયું રહ્યા. મારા ઉપર આરોગ્યના વિવિધ પ્રયોગો કરીને રોગમાંથી મુક્ત કર્યો. ફરી કબજિયાત ન રહે તેના વિવિધ ઉપચારો સૂચવ્યા. આ મારા માટે એક આનંદ અને ગર્વની વાત છે.

રમેશભાઈ સ્વભાવે પ્રેમાળ છે, તેઓના હૃદયમાં દર્દી પ્રત્યે અનેરું માન હોય છે. દર્દીને પોતાના સ્વજન સમજીને મદદ કરે છે, ને તમારો રોગ હું સંપૂર્ણપણે મટાડી દઈશ એવું દર્દીના મનમાં ઠસાવી દે છે. દર્દીમાં વિશ્વાસ જાગે છે, ને દર્દી સાજો થઈ જાય છે.

રમેશભાઈનું કાયમી રહેઠાણ વડોદરામાં છે ને તેઓ “રેવા નેચર ક્યોર’ નામનું દવાખાનું ચલાવે છે ને તેઓનું સરનામું ૧૯૪, સયાજીનગર, શ્રીજી વીલા-ર સામે, સયાજીનગર રોડ, ન્યૂ કારેલીબાગ, વડોદરા છે. તેઓનો ફોન નંબર ૭૯૯૮૪૮૯૭૧૪ છે.

હું તેઓની સફળતા ઇચ્છું છું ને જીવનમાં ખૂબ આગળ વધે ને લોકોની સેવા કરતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરું છું.

ડો.મફતલાલ પટેલ તંત્રી "અચલા" તરફ થી ડો.રમેશભાઈ ને શુભેચ્છા પત્ર 1 IMG 20210321 174016 Reva Nature Cure

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પ્રતિશાદ આપો